આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: ફુલ ફેટ મિલ્ક - 1 લીટર • મિલ્ક પાઉડર - અડધો કપ • મિક્સ ડ્રાયફ્રુટ પાઉડર -અડધો કપ • બાફેલા શકરિયાનો માવો - 1 કપ • ખાંડ - સ્વાદ અનુસાર • અધકચરી ખાંડેલી ઈલાયચી - અડધી ચમચી
રીત: જાડા તળિયાવાળા ઊંડા પેનમાં પા કપ પાણી રેડીને પછી તેમાં દૂધ રેડી ગરમ મૂકો. દૂધ ઊકળીને પા ભાગ જેટલું રહે એટલે શકરિયાનો માવો નાખીને બરાબર હલાવતા રહેવું, જેથી તળિયે બેસે નહીં. હવે તેમાં મિલ્ક પાઉડર, મિક્સ ડ્રાયફ્રુટ પાઉડર, ઈલાયચી અને ખાંડ ઉમેરીને બીજી દસ મિનિટ હલાવતા રહેવાનું છે અને ઉકાળતા રહેવાનું છે. હવે બર્નર બંધ કરી બાસુંદી ઠંડી થાય એટલે ફ્રિજમાં મૂકી દો. આ બાસુંદી એકદમ ઠંડી કર્યા બાદ સર્વ કરો.