સામગ્રીઃ બાફેલી મકાઈના દાણા ૨ કપ • માખણ ૨ ટેબલસ્પૂન • દૂધ ૨ કપ • મેંદો ૧ ટેબલસ્પૂન • પ્રોસેસ્ડ ચીઝ-છીણેલું અડધો કપ • પેપરિકા (લાલ મરચાંના ફ્લેક્સ) ૧ ટીસ્પૂન • મીઠું અને તાજા પીસેલાં મરી જરૂર મુજબ
રીતઃ પહોળા નોનસ્ટિક પેનમાં માખણ ગરમ કરીને તેમાં મેંદો નાંખી મધ્યમ આંચે ૧ મિનિટ થવા દો. એને સતત હલાવતા રહી, દૂધ ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને મધ્યમ આંચે એક-બે મિનિટ રાખીને મિશ્રણ ઘટ્ટ થવા દો, એમાં અડધું ચીઝ, મીઠું અને મરી નાખો અને સારી રીતે મિક્સ કરીને મધ્યમ આંચે એકાદ મિનિટ થવા દો. બર્નર પર નીચે ઉતારો અને તેને બેકીંગ બાઉલમાં રેડો. બાકીનું ચીઝ અને મરચાના ફ્લેક્સ એની પર એકસરખા ભભરાવો અને ૨૦૦૦ સેન્ટિગ્રેડ અથવા ૪૦૦૦ ફે. હીટે પ્રિ-હીટેડ ઓવનમાં પાંચ મિનિટ અથવા ચીઝ ઓગળે ત્યાં સુધી બેક કરો. ગાર્લિક બ્રેડ સાથે તરત જ પીરસો.