આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: ખાંડ - 1 કપ • પાણી 2 કપ • સમારેલું પાઈનેપલ - અડધો કપ • બાફેલાં એલ્બો પાસ્તા - 2 કપ • તેલ - 1 ચમચી • મીઠું - જરૂર મુજબ
• પ્રોસેસ્ડ ચીઝ - 1 કપ • મોઝરેલા ચીઝ - 1 કપ • બટર - 2 ચમચી • મેંદો - 2 ચમચી • ગરમ દૂધ - 3 કપ • મરી પાઉડર - પા ચમચી
રીત: બે કપ પાણીમાં ખાંડ ઉમેરી ગરમ થાય એટલે તેમાં સમારેલું પાઈનેપલ સોફ્ટ થાય ત્યાં સુધી પકાવો. પાસ્તાને મીઠું અને તેલ ઉમેરી બાફી લો. હવે નોનસ્ટિક પેનમાં બટર ગરમ કરી તેમાં મેંદો શેકો. સહેજ રંગ બદલાય એટલે ગરમ દૂધ રેડી સતત હલાવતા રહો. સ્વાદ મુજબ મીઠું અને મરી પાઉડર મિક્સ કરો. બધું સતત હલાવતાં રહો. જરૂર લાગે તો દૂધ થોડું વધુ ઉમેરવું. ધ્યાન રહે બિલકુલ ગાંઠા ન પડે. ગેસ બંધ કરીને તેમાં છીણેલું પ્રોસેસ્ડ ચીઝ મિક્સ કરો. તેની અંદર બાફેલાં પાસ્તા અને પાઈનેપલ મિક્સ કરો. બેકિંગ ડિશમાં પાથરી ઉપર મોઝરેલા ચીઝ વ્યવસ્થિત ભભરાવી ઓવનમાં લગભગ 20 મિનિટ બેક કરો. ઉપરનું પડ થોડું બ્રાઉન અને કડક થઈ જાય એટલે આપણી મેક્રોની સરસ બેક્ડ થઈ ગઈ સમજવું.