સામગ્રીઃ બેબી પોટેટો (બટાકી) - ૧૦ નંગ • તેલ - ૧ ચમચી • લીમડો - અડધો કપ • ચણાની દાળ શેકેલી - ૧ ચમચો • શેકેલા ધાણા - ૧ ચમચી • આખાં લાલ મરચાં - ૨ નંગ • તલ - બે ચમચી • હળદર - પા ચમચી • હિંગ - ચપટી • મીઠું - સ્વાદ મુજબ • ચાટ મસાલો - જરૂર પૂરતો
રીતઃ એક તપેલીમાં પાણી ગરમ કરો. તેમાં બેબી પોટેટો નાંખીને દસ મિનિટ બફાવા દો. બટાકી વધારે પડતી બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. તે પછી પાણી નિતારીને બટાકી છોલી નાંખો. પેનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેમાં લીમડાને ચાર-પાંચ મિનિટ સાંતળો. હવે ચણાની શેકેલી દાળ, ધાણા, આખા લાલ મરચાં અને સાંતળીને કડક કરેલા લીમડાને એકસાથે ક્રશ કરીને પોપ્સ મસાલો તૈયાર કરો. બીજા પેનમાં એક ચમચો તેલ ગરમ કરો. તેમાં તલ નાંખો અને હળદર, હિંગ ઉમેરી એકાદ મિનિટ સાંતળો. તે પછી બાફેલી બટાકી નાંખો. બટાકી આછા બદામી રંગની થાય એટલે તેમાં પોપ્સ મસાલો અને મીઠું ભેળવો. પેનને એકદમ હલાવો જેથી બધો મસાલો બટાકી પર ચોંટી જાય. પેનને આંચ ઉપરથી ઉતારી લઈને થોડો ચાટમસાલો ભભરાવો અને બધી બટાકી ટૂથપિકમાં ભરાવી સર્વ કરો.