સામગ્રી: ચણાનો કકરો લોટ - ૧૦૦ ગ્રામ • દેશી ઘી - ૧૫૦ ગ્રામ • ખાંડ - ૨૦૦ ગ્રામ • દૂધ - ૧ કપ • જાયફળ પાવડર - ૧ ચમચી
રીતઃ પેનમાં ઘી મૂકીને ચણાનો લોટ ધીમા ગેસ પર શેકવો. એકદમ બ્રાઉન શેકાઈ જાય ત્યાર પછી તેમાં દૂધ નાંખવું. હવે કણી પડતો લોટ થાય એટલે ગેસ બંધ કરવો. ત્યારબાદ લોટને બાઉલમાં લઈ લો. હવે પેનમાં ખાંડ નાંખીને તે ડૂબે તેટલું પાણી નાંખી બરાબર હલાવી લેવું. પેનને ૧૫થી ૨૦ મિનિટ ગેસ પર રાખી એક દોઢ તારની ચાસણી બનાવો. હવે તૈયાર કરેલો બેસનનો લોટ ચાસણીમાં નાંખો. એકદમ હલાવીને મિક્સ કરો અને જાયફળનો પાવડર નાંખીને હલાવી લો. મિશ્રણ ગરમ હોય ત્યારે જ મિડીયમ સાઈઝના લાડુ વાળી લેવા. બેસન લડ્ડુ ૧૦ દિવસ સુધી સાચવી શકાય છે.