બ્રેડ - ચીઝ ટોસ્ટ

Saturday 30th May 2020 08:13 EDT
 
 

સામગ્રીઃ ૮ નંગ બ્રેડ સ્લાઈસ • એક નંગ ડુંગળી • ૫ નંગ લીલા મરચાં • બે ચમચી લીંબુનો રસ • ચપટી મરી પાઉડર • એક મોટી ચમચી ઓરેગાનો • અડધું ગ્રીન સિમલા મરચું • એક ચમચી લીલા ધાણા • ચીઝ સ્લાઈસ તમારી ઈચ્છા મુજબ

રીત: સિમલા મરચાં, ડુંગળી, લીલા મરચાં અને લીલા ધાણાને ઝીણા સમારીને એક બાઉલમાં નાંખો અને તેમાં લીંબુનો રસ, ઓરેગાનો અને કાળા મરીનો પાઉડર નાંખીને સારી રીતે મિક્સ કરો. હવે ધીમા ગેસ પર નોન સ્ટિક તવો મૂકો અને તેમાં બધી બ્રેડને એક-એક કરીને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. હવે બધી બ્રેડ સ્લાઈસ પર તૈયાર મિશ્રણને લગાવો, અને તેના પર ચીઝ સ્લાઈસ મૂકી દો. (તમે ચીઝ છીણીને પણ ભભરાવી શકો છો). હવે એક એક કરીને તવા પર મૂકો અને જ્યારે ચીઝ ઓગળવા માંડે તો તાપ પરથી ઉતારી લો. તૈયાર બ્રેડ ચીઝ ટોસ્ટને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter