સામગ્રી અને રીતઃ ફલાવર અને બ્રોકલીને બરોબર ધોઇ ચીલી કટરમાં ક્રશ કરો. આ ક્રશ ૧ કપ કરવો. ૧ ચમચી તેલમાં ૧ ચમચી જીરુ, પા ચમચી અજમો, પા ચમચી હીંગ ઉમેરીને તતડે એટલે ક્રશ કરેલો ભુકો ઉમેરવો. આ પછી ૧ લીલું મરચું - લીલી ડુંગળી - લીલું લસણ ઉમેરી મિક્સ કરવું. અડધી ચમચી મીઠું ઉમેરી હલાવવું. ૩ મિનિટ શેકાવા દેવું. પછી અડધી ચમચી તલ, અડધી ચમચી ધાણા, અડધી ચમચી વરિયાળી શેકીને ક્રશ કરેલા લેવા. મિક્ષરને ઠંડુ થવા દેવું. પરાઠા બનાવવા માટે ૧ કપ ઘઉંનો લોટ, ૧ ચમચી મલાઇ, ૧ ચમચી મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરવું. અડધા કપ પાણીમાં લોટને બાંધી ૧ ચમચી પાણી ઉમેરીને ૧૫ મિનિટ રહેવા દેવો. ૧૫ મિનિટ પછી ૧ ચમચી તેલ ઉમેરીને બે મિનિટ કેળવવો. ગુલ્લાને બરોબર મસળી ચોખાના લોટમાં ડીપ કરી રોટલી વણીને અંદર પુરણ ભરી સિલ કરીને ઘી કે તેલમાં બરોબર શેકી લેવા. વચ્ચેથી ચાર કાપા કરી ખોલીને ચીઝ ઉમેરી કોથમીરથી ગાર્નિશ કરવા. બે પરાઠા થશે. દહીંની ચટણી બનાવવા માટે અડધો કપ પાણી નીતારેલું દહીં લઇ તેમાં પા કપ કોકોનટ, પા કપ કોથમીર, અડધી ચમચી તેલમાં અડધી ચમચી જીરુ, ૨ મરચા ઉમેરીને દહીંમાં ઉમેરી મિક્ષ કરીને પા ચમચી મીઠું ઉમેરીને હલાવી લેવી.