સામગ્રીઃ કારેલા ૮ • ડુંગળી ૪ • લાલ અને લીલા કેપ્સીકમ • લીંબુ • વઘાર માટે તેલ
(પૂરણના મસાલા માટે) • ખાંડ • મીઠું • મરચું • ધાણા પાઉડર • હળદર • હિંગ • ચણાનો લોટ.
રીતઃ સૌ પ્રથમ કારેલાને છોલો, તેની અંદરનો ગર કાઢી નાંખો. આ કારેલામાં મીઠું ભરીને અડધો કલાક રહેવા દો. હવે કારેલામાંથી મીઠાનું પાણી નીતારી લઇને તેને ગરમ પાણીમાં સહેજ બાફી લો. ડુંગળીને છોલીને વચ્ચેથી ચાર કાપા કરી લો. કારેલા અને ડુંગળીમાં ભરવાના મસાલા માટે ચણાના લોટને એક ચમચી તેલમાં સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવો. લોટ થોડોક ઠંડો પડ્યા બાદ તેમાં હળદર, ધાણાજીરું, મીઠું, મરચું, ધાણા પાઉડર, હળદર, હિંગ સહિતના બધા મસાલા અને સ્વાદઅનુસાર ખાંડ નાખીને બરાબર હલાવવું. હવે આ મિશ્રણને કારેલા અને ડુંગળીમાં ભરી લો. એક પેનમાં તેલ મુકીને હિંગનો વઘાર કરો અને ભરેલા કારેલા - ડુંગળીને નાંખીને ધીમે તાપે ચઢવવા. પાંચ મિનિટ પછી સમારેલા કેપ્સીકમ નાંખો અને ૧૦ મિનિટ ચડવા દો.. પીરસતી વખતે લીંબુ નીચોવો જેથી તેનો સ્વાદ ચઢિયાતો બની જશે.