સામગ્રીઃ ભીંડા ૨૦૦ ગ્રામ • સમારેલી કોથમીર - ૨ ચમચી • બારીક સમારેલું લીલું લસણ - ૨ ચમચી • દહીં - ૨ ચમચી • તેલ - જરૂરત અનુસાર
(પૂરણનો મસાલો બનાવવા) • સિંગદાણાનો ભૂકો - ૧ કપ • તલ - ૧ ચમચી • લાલ મરચું - ૧ ચમચી • ધાણાજીરું - ૧ ચમચી • હળદર - ૧ ચમચી • મીઠું - સ્વાદ મુજબ
(કઢી બનાવવા માટે) • છાશ – ૩ કપ • આદુ-મરચાંની પેસ્ટ - ૧ ચમચી • ધાણાજીરું - ૧ ચમચી • હળદર – ૧ ચમચી • ચણાનો લોટ - પા કપ • મીઠું - સ્વાદ મુજબ • સૂકા લાલ મરચાં - ૨ નંગ • લીમડો - ૭-૮ પાન
રીતઃ સૌપ્રથમ ભીંડામાં પૂરણ માટેનો મસાલો બનાવવા માટે ઉપર જણાવેલી સામગ્રી એક બાઉલમાં એકદમ મિક્સ કરીને બાજુ પર મૂકી દો. આ પછી સાફ કરેલા ભીંડાને વચ્ચેથી કાપા પાડી અને તેમાં તૈયાર કરેલો મસાલો ભરી લો. હવે આ સ્ટફ્ડ ભીંડાને એક પેનમાં મૂકીને તેના ત્રણેક ચમચી તેલ રેડો અને ચમચાથી હળવા હાથે હલાવી લો. આ પેનને હવે ગેસ પર મૂકો અને તેમાં એક ચમચી દહીં ઉમેરીને રાંધી લો.
કઢી બનાવવા માટે ત્રણ કપ છાશમાં આદું-મરચાંની પેસ્ટ, ધાણાજીરું, હળદળ, મીઠું તથા ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે એક કડાઇમાં બે ચમચી તેલ ગરમ કરીને તેમાં રાઇ, સૂકાં લાલ મરચાં તથા લીમડાના પાનનો વઘાર કરો. આ પછી અગાઉથી તૈયાર કરેલી રાખેલી છાશ ઉમેરો. આ પછી તેમાં મસાલો ભરેલાં ભીંડો ઉમેરીને પાંચ મિનિટ માટે મધ્યમ આંચે પર ઉકળવા દો. ગરમાગરમ મસાલેદાર ભીંડા કઢીને એક ઊભરો આવે એટલે કોથમીરથી સજાવીને પીરસો.