સામગ્રી: ૨ નંગ ભુટ્ટા - રીંગણ • ૪ ટેબલ સ્પૂન ચણાનો લોટ • હળદર, લાલ મરચું અને ગરમ મસાલો - ૧ ટી સ્પૂન • મીઠું સ્વાદ મુજબ • ૨ ટેબલ સ્પૂન સમારેલી કોથમીર • ૧ ટેબલ સ્પૂન કોપરાની છીણ • તળવા માટે તેલ
રીતઃ ચણાના લોટમાં પાણી નાંખીને સામાન્ય પાતળું ખીરું કરવું. બધા જ બધા મસાલા તેમાં ઉમેરવા. ભુટ્ટાની જાડી સ્લાઈસ કાપીને પાણીમાં રાખવી. સ્લાઈસ ઉપર થોડુંક ખીરું મૂકીને આંગળી વડે ચારે બાજુ લગાવવું, પાતળું પડ તૈયાર કરવું. નોનસ્ટિક પેન ગરમ કરવું. ચમચી તેલ રેડવું. ખીરું પાથરેલી બાજુ તેલ ઉપર આવે તે રીતે એક સ્લાઈસ મૂકવી. પછી ઉપરની બાજુએ ખીરું લગાવી, ધીરેથી સ્લાઈસ ઉથલાવવી. બંને બાજુ ગુલાબી તળવી. ત્યારબાદ ડિશમાં કાઢીને ઉપર કોથમીર-કોપરું ભભરાવીને લીલી ચટણી જોડે સર્વ કરો. ભુટ્ટા સ્પાઇસી સ્લાઇસને ગરમ ગરમ જ સર્વ કરો.