સામગ્રીઃ અમેરિકન મકાઇ – ચાર નંગ • દૂધ - એક કપ • લીલાં મરચાં - બે નંગ • આદુંનો ટુકડો - એક • લીમડાનાં પાન - પાંચથી સાત • ખાંડ - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • તેલ - બે ચમચી • કોપરાની છીણ - બે ચમચી • સમારેલી કોથમીર - અડધી વાટકી • કાજુના ટુકડા - એક ચમચી • સૂકી દ્રાક્ષ - એક ચમચી
રીતઃ મકાઇને ક્રશ કરી લો. એક કડાઇમાં તેલ નાખીને એમાં મકાઇ, જીરું અને હિંગનો વઘાર કરો. આ વઘારમાં લીમડો - સમારેલાં લીલાં મરચાં - ખમણેલું આદું નાખો. પછી એમાં ક્રશ કરેલી મકાઇ ઉમેરો. આ મિશ્રણને પાંચ-સાત મિનિટ ચડવા દો. આમાં દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરવું પછી એમાં સ્વાદ પ્રમાણે ખાંડ, લાલ મરચાંનો પાઉડર અને મીઠું ઉમેરીને હલાવો. હવે તેલ અલગ પડે એટલે એમાં લીંબુ નીચોવી હલાવીને ગેસ પરથી ઉતારી લો. આ ઉપમાને બાઉલમાં કાઢી એને સમારેલી કોથમીર, કોપરાની છીણ, દ્રાક્ષ અને કાજુ ટુકડાની સજાવીને સર્વ કરો.