સામગ્રી: મકાઈનો લોટ - ૧ કપ • સમારેલી પાલક - પા કપ • સમારેલાં લીલા મરચાં - ૩ નંગ • મીઠું - સ્વાદ મુજબ • તેલ - ૨ ચમચી • પનીરનું છીણ - અડધો કપ • વટાણા બાફીને મસળેલા - પા કપ • સમારેલી કોથમીર - પા કપ • ઘઉંનો લોટ - અટામણ માટે
રીતઃ મકાઈના લોટમાં સમારેલી પાલક, લીલાં મરચાં, તેલ અને મીઠું નાંખી મિક્સ કરો. જરૂર પૂરતું પાણી ઉમેરી લોટ બાંધો. સ્ટફિંગ માટે એક બાઉલમાં પનીરનું છીણ, બાફીને મસળેલાં વટાણા, કોથમીર, મીઠું નાંખીને એકદમ મિક્સ કરો. હવે લોટમાંથી લૂઆ લો. તેમાં સ્ટફિંગ ભરીને ઘઉંના લોટનું અટામણ લઈ પરોઠા વણી તવી પર બંને બાજુ તેલ મૂકી શેકી લો. (માત્ર મકાઈના લોટના પરોઠા વણવામાં મુશ્કેલી પડતી હોય તો તેમાં એટલા જ પ્રમાણમાં ઘઉંનો લોટ મિક્સ કરી શકો છો.)