રીતઃ મકાઈને છોલીને ધોઈ નાખો અને પછી છીણી લો. પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો. બાફેલા બટાટાનો છૂંદો કરો અને એક થાળીમાં કાઢો. તેમાં બ્રેડને પણ મસળીને ભેળવો. તેમાં કોથમીર, મરચાં-આદું, બારીક સમારીને નાંખો. તે પછી તમામ મસાલા મિક્સ કરો. હવે આ મિશ્રણના સરખા ભાગ કરીને કટલેટનો આકાર આપો. બીજી થાળીમાં આરારૂટ કે કોર્નફ્લોરમાંથી કોઈ એક લઈને તેમાં પાણી રેડીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. હવે કડાઈમાં તેલ ગરમ કરો. કટલેટને ખીરામાં બોળીને ડીપ ફ્રાય કરો. ધીમી આંચે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળ્યા પછી તેને પ્લેટમાં ગોઠવો. તેના પર ગળી ચટણી અથવા મસાલાવાળું દહીં રેડીને સર્વ કરી શકો છો.