સામગ્રીઃ અડધો કપ શેકેલા મખાણા • ૧૦૦ મિલીલીટર છાશ • અડધી ચમચી જીરું • અડધી ચમચી રાઈ • એક ચમચી ઘી • સ્વાદાનુસાર મીઠું
રીતઃ એક પેનમાં ઘી ગરમ કરો. એમાં રાઈ અને જીરુ નાંખો અને તતડે એટલે મખાણા ઉમેરો. એક મિનિટ સુધી એને બરાબર શેકી લો. મખાનાને ક્રશ કરીને પાઉડર જેવું બનાવી લો. બીજા પેનમાં મખાનાનો પાઉડર લો અને તેમાં છાશ ઉમેરો. ધીમા તાપે હલાવતા હલાવતા બરાબર મીક્સ કરો. બરાબર ચડી જાય એટલે સ્વાદ અનુસાર મીઠું નાખીને સર્વ કરો.