સામગ્રીઃ દૂધ - ૧ લિટર • મખાના - ૨ વાટકી • ખાંડ - ૪ ચમચા • ઘી - ૨ ચમચા • કાજુ-બદામની કતરણ - જરૂર મુજબ • કિશમિશ - જરૂર મુજબ • કોપરાનું છીણ - પા વાટકી • એલચીનો ભૂકો - અડધી ચમચી • કેસર (દૂધમાં ઘોળેલું) - થોડાક તાંતણા
રીત: સૌથી પહેલાં એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં મખાનાને સાંતળી લો. સાંતળેલા મખાનાને એક પ્લેટમાં કાઢી ઠંડા થાય એટલે તેને ક્રશ કરી લો. હવે દૂધને ગરમ કરો. તે ઊકળીને અડધા ભાગનું રહે એટલે તેમાં ક્રશ કરેલા મખાના નાખીને ખાંડ ઉમેરો. ઘટ્ટ થાય ત્યાં સુધી ઊકળવા દો. હવે તેમાં કાજુ-બદામની ચીરીઓ, કોપરાનું છીણ, કિશમિશ, એલચીનો ભૂકો અને ઘોળેલું કેસર નાખો અને ખૂબ હલાવીને મિક્સ કરી સર્વ કરો.