સામગ્રી: મગની દાળ - ૨ કપ • મેથી - પા કપ • કોથમીર - પા કપ • પાલક - પા કપ • આદું-મરચાંની પેસ્ટ - ૨ ચમચી • લસણ પેસ્ટ - ૨ ચમચી • સમારેલી ડુંગળી - ૧ નંગ • આખા ધાણા - ૨ ચમચી • લાલ મરચું પાઉડર - ૨ ચમચી • હીંગ - પા ચમચી • ખાવાનો સોડા - ચપટી • મીઠું - સ્વાદ મુજબ
રીત: સૌપ્રથમ મગની દાળને પાણી વડે ધોઈને ૪-૫ કલાક માટે પલળવા દેવી. હવે પાણી નિતારીને મિક્સરમાં અધકચરી પીસી લો. પીસેલી દાળમાં હળદર, લાલ મરચું પાઉડર, આખા ધાણા, મીઠું, હીંગ, ડુંગળી, આદું-મરચાં લસણની પેસ્ટ, દરેક ભાજી અને સોડા ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. કડાઈમાં તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. એને ખજૂરની ચટણી સાથે સર્વ કરો.