સામગ્રી: કારેલાં - ૨૦૦ ગ્રામ • કાજુના કટકા - અડધો કપ • મગની મોગર દાળ - અડધો કપ • ગાંઠિયા - પા કપ • મીઠું - સ્વાદ પ્રમાણે • હળદર - અડધી ચમચી • ધાણાજીરું પાઉડર - ૧ ચમચી • લાલ મરચું - ૧ ચમચી
(લસણની ચટણી બનાવવા માટે) • લસણ - પાંચથી છ કળી • મીઠું - ૧ ચમચી • મરચું - ૧ ચમચી • જીરું પાઉડર - અડધી ચમચી • ખાંડ - ૨ ચમચી • હિંગ - અડધી ચમચી • મેથીનો મસાલો - અડધી ચમચી • તેલ - ૪ ચમચી • અજમો - ૧ ચપટી
રીત: સૌપ્રથમ કારેલાં છોલીને સારી રીતે ધોઇ લો. એક કારેલાંના બે કટકા કરીને એમાં વચ્ચે કટ મૂકીને બી કાઢી લો. એમાં મીઠું અને હળદર નાખીને દસેક મિનિટ રહેવા દો. મગની દાળને ૧૫ મિનિટ પલાળીને રાખો. એમાં અજમો, હિંગ, હળદર અને મીઠું નાખીને વઘાર કરો. એમાં લસણની ચટણી નાખીને એને છુટ્ટી બાફી નાખો. આ પછી કાજુ અને ગાંઠિયાને મિક્સરમાં સારી રીતે ક્રશ કરીને ભરવા માટેનો મસાલો તૈયાર કરી લો. કારેલાંને સારી રીતે નિચોવીને કોરા કરો. એમાં મસાલો કરેલી મગની દાળ ભરીને વીસેક મિનિટ માટે વરાળથી સારી રીતે બાફી લો. ચડી ગયેલાં કારેલાં પર જીરું અને હીંગથી વઘાર કરો. આ રીતે વઘારેલાં કારેલાંને પંદર મિનિટ સુધી ચડવા દો. તૈયાર છે મગની દાળ ભરેલું કારેલાંનું સ્વાદિષ્ટ શાક.