સામગ્રી: એક કપ પીળી મગની દાળ • થોડું કેસર • એક ટેબલ સ્પૂન હૂંફાળું દૂધ • અડધો કપ ઘી • એક કપ હૂંફાળું દૂધ • એક કપ સાકર
• અડધી ટી સ્પૂન એલચી પાઉડર.
રીત: સૌપ્રથમ પીળી મગની દાળ (મોગર દાળ)ને પાણીમાં ત્રણ કલાક પલાળી રાખો. પછી બધું પાણી નીતારી લો. એમાં જરાક પાણીનો ઉપયોગ કરી કરકરી પેસ્ટ મિક્સરમાં પીસી લો. આ પેસ્ટને બાજુ પર રાખો. એક ટેબલસ્પૂન હૂંફાળા દૂધમાં કેસર ઓગાળીને બાજુ પર રાખો. એક ઊંડી નોનસ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરો. તેમાં પીળી મગની દાળની પેસ્ટ ઉમેરો અને સતત હલાવતા રહીને 20થી 25 મિનિટ સુધી મધ્યમ તાપ પર રાંધી લો. તેમાં દૂધ અને એક કપ હૂંફાળું પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર પાંચથી સાત મિનિટ સુધી સતત હલાવતા રહો. આ પછી તેમાં સાકર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને સતત હલાવતા રહીને મધ્યમ તાપ પર પાંચથી સાત મિનિટ સુધી રાંધી લો. તેમાં કેસર-દૂધનું મિશ્રણ, એલચી પાઉડર મેળવીને મિક્સ કરો. સતત હલાવ્યા બાદ હલવાને બદામની કતરણથી સજાવીને ગરમાગરમ પીરસો.