સામગ્રીઃ મલાઈવાળું દૂધ ૫૦૦ મિ.લી. • મલાઈ ૧ વાટકી • મિલ્ક પાવડર – અડધો કપ • કાજુ-પિસ્તા-બદામ ૧૨થી ૧૫ નંગ • ઈલાયચી ૪ નંગ • ખાંડ સ્વાદ અનુસાર
રીતઃ કાજુ-પિસ્તાં-બદામ, ખાંડ અને ઈલાયચીને મિક્સરમાં બારીક ક્રશ કરી લો. હવે એક તપેલામાં દૂધ લઈ તેને ચમચાથી બે-ત્રણ મિનિટ સતત હલાવો. તે પછી તેમાં મિલ્ક પાવડર અને ડ્રાયફ્રૂટ-ખાંડ-ઈલાયચીનો પાવડર નાંખીને ઝડપથી હલાવો, જેથી મિશ્રણ ચિકાશયુક્ત બની જાય. આ મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યારે તેને માટીના કપ કે નાનકડી મટકીમાં ભરો. તેના પર સમારેલાં ડ્રાયફ્રૂટ્સ ભભરાવો. આ પછી તેને એલ્યુમિનિયમ ફોઈલથી સારી રીતે ઢાંકી દો, જેથી કુલ્ફીમાં ક્રિસ્ટલ ન થાય. કુલ્ફીને બે-ચાર કલાક માટે ફ્રીજરમાં જામવા માટે મૂકો. જો તમારી પાસે મટકી જેવા કપ ન હોય તો તેને સાદા કપમાં પણ જમાવી શકો છો.