સામગ્રીઃ દૂધ - ૧ લિટર • લીંબુનો રસ - દોઢ ચમચો • ખાંડ - પા કપ • એલચીનો પાવડર - અડધી ચમચી • ઘી - અડધો ચમચો
રીતઃ એક જાડા તળિયાવાળા પેનમાં દૂધને ગરમ કરો. તેમાં ઉભરો આવે એટલે આંચ ધીમી કરવી. એક ચમચો ઊકળતું દૂધ લઈ તેમાં દોઢ ચમચો લીંબુનો રસ નાંખો. ચમચામાં જ દૂધ ફાટી જવા દો. આ ફાટેલા દૂધને તપેલીમાં નાંખો જેથી બધું દૂધ ફાટી જાય. જ્યારે પાણી છૂટું પડવા લાગે ત્યારે તેમાંથી લગભગ અઢી કપ પાણી ગાળી લો જેથી વધારાની ખટાશ નીકળી જાય. આને મધ્યમ આંચે દસ મિનિટ રહેવા દો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો. બધું પાણી શોષાઈ જાય પછી તેમાં ખાંડ અને એલચીનો પાવડર નાંખી હલાવો. આ મિશ્રણ એકદમ નરમ બનવું જોઈએ. તેમાં અડધો ચમચો ઘી મિક્સ કરીને આંચ પરથી ઉતારી લો. એક થાળીમાં અડધો ચમચો ઘી લગાવીને તેમાં આ મિશ્રણ પાથરીને સહેજ દબાવો. તેના પર પિસ્તાંની ચીરીઓ ભભરાવીને ઠંડું થવા દો. મનગમતા આકારમાં બરફીના ટુકડા કરો.