સામગ્રી: મકાઈનો લોટ - ૧ વાટકી • ઘઉંનો લોટ - અડધી વાટકી • બારીક સમારેલી ડુંગળી - ૧ નંગ • બારીક સમારેલું ગાજર - ૧ નંગ • સમારેલી કોબી - અડધો કપ • આદું-લસણની પેસ્ટ - ૧ ચમચી • મરચું - પા ચમચી • મીઠું - સ્વાદ મુજબ • મોણ - જરૂર પૂરતું
રીતઃ મકાઈના લોટમાં ઘઉંનો લોટ ભેળવો. તેમાં બારીક સમારેલી ડુંગળી, ગાજર અને કોબીનું છીણ મિક્સ કરો. તે પછી સ્વાદ મુજબ મીઠું, મરચું, મોણ અને એક ચમચી આદું-લસણની પેસ્ટ ઉમેરો. જરૂરત અનુસાર પાણી નાંખીને કઠણ લોટ બાંધો. પ્રમાણસર લૂઆ લઈને પરોઠા વણીને શેકી લો. લીલી ચટણી સાથે સર્વ કરો.