સામગ્રીઃ રાજમા - ૧ કપ • કાંદા ઝીણા સમારેલા - ૨ નંગ • આદુ-લસણ-મરચાંની પેસ્ટ - ૨ ચમચી • મરચું પાવડર - ૧ ચમચી • ટામેટા પ્યુરી - ૧ કપ • રાજમાનો મસાલો - ૧ ચમચી • ધાણાજીરું - ૧ ચમચી • મીઠું - સ્વાદ અનુસાર • તેલ - વધાર માટે • લીલા ધાણાં સમારેલાં - ૨૫ ગ્રામ • ટોમેટો કેચઅપ - ૧ ચમચો • સોડા - ચપટીક
રીતઃ સૌપ્રથમ રાજમાને ધોઈને પાંચેક કલાક પલાળી રાખો. એક મોટા ઢાંકણવાળા બાઉલમાં રાજમા લઇને ત્રણ કપ પાણી રેડી, ચપટીક સોડા અને મીઠું નાંખીને માઈક્રોવેવ હાઈ પર ૧૦૦ પર ૧૫ મિનિટ ચઢવા દો. વચ્ચે એકાદ-બે વાર હલાવવું. બહાર કાઢીને ઢાંકીને રાખો. હવે એક બીજા બાઉલમાં ૧ ચમચો તેલ મૂકીને કાંદા નાખી માઈક્રોવેવ હાઈ પર બે મિનિટ રાખો. હવે તેમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ નાંખી એક મિનિટ માટે ફરી મૂકો. ત્યારબાદ બહાર કાઢી હલાવીને તેમાં ટામેટા પ્યુરી, મરચું પાવડર, ગરમ મસાલો, ધાણાજીરું નાંખી ફરી બે મિનિટ માટે માઈક્રોવેવ હાઈ પર મૂકો. આ પછી તેને હલાવી તેમાં ટામેટા કેચઅપ, મીઠું, પાણી નીતારેલા રાજમા અને અડધા લીલા ધાણાં ઉમેરી ૬ મિનિટ માઈક્રોવેવ હાઈ પર બે કપ પાણી નાંખી ઢાંકીને થવા દો. ત્યારબાદ બરાબર હલાવી લો અને બાકીના લીલા ધાણાં ઉપર ભભરાવીને, થોડું બટર નાખી ગરમાગરમ પીરસો.