આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: 1 કપ ઘઉંના ફાડા • 1 કપ બટાકા ઝીણા સમારેલા • 1/2 કપ વટાણા • 1 ડુંગળી ઝીણી સમારેલી • 1 કેપ્સિકમ સમારેલું • 1/2 કપ ફ્લાવર સમારેલું • થોડા શેકેલા ફોતરા વગરનાં સીંગદાણા • 2 ટામેટાં સમારેલાં • 1 નાની ચમચી રાઇ • 3-4 સૂકાં લાલ મરચાં • 2-3 લીલાં મરચાં સમારેલાં • 1/2 ચમચી લાલ મરચું • 1 ચમચી મીઠું • 1 ચમચી તેલ • કોથમીર સમારેલી
રીત: ફાડાને કડાઇમાં કોરા જ આછા ગુલાબી શેકી લો. તેલ ગરમ કરી રાઇ - આખાં લાલ મરચાંનો વઘાર કરો. એમાં ફાડા નાખી એકાદ મિનિટ સુધી શેકો. ટામેટાં સિવાય બીજા બધાં શાક અને મીઠું-મરચું પણ ઉમેરો. ત્રણ વાટકી પાણી નાખો ને ઊભરો આવે એટલે ઢાંકીને ગેસ ધીમો કરી 10-12 મિનિટ સુધી ચડવા દો. બધું પાણી બળી જાય પછી ગેસ બંધ કરી ટામેટાં અને સીંગદાણા પણ ઉમેરો. હવે આ મિશ્રણને એક ગોળ વાસણમાં દબાવીને ભરી 10-15 મિનિટ સુધી ઢાંકી રાખો. છેલ્લે એક સર્વિંગ ડિશમાં મિશ્રણવાળું વાસણ ઊંધું પાડી મોલ્ડ કાઢી લો. કોથમીર, ટામેટાં અને કેપ્સિકમથી સજાવીને પીરસો.