સામગ્રીઃ લીંબુ - ૮૦૦ ગ્રામ • મીઠું - ૧૫૦ ગ્રામ • હળદર – પા ચમચી • મરચું - અઢી ચમચી • જીરું - દોઢ ચમચી • મેથી દાણા - ૧ ચમચી • રાઈ - ૧ ચમચી • સૂંઠ – ૧ ચમચો • હીંગ – અડધી ચમચી • ખાંડ - ૨ કપ • લીંબુનો રસ – દોઢ ચમચી
રીતઃ લીંબુના નાના નાના ટુકડા કરી લો. હવે એક કડાઈમાં જીરું, મેથી અને રાઈનો વઘારો કરો. તે બ્રાઉન રંગના થાય એટલે આંચ ધીમી કરી દો. તે ઠંડા થઇ પછી ક્રશ કરી લો. સમારેલાં લીંબુમાં આ પાવડર, મીઠું, મરચું, હળદર, ખાંડ, સૂંઠ, હીંગ અને લીંબુનો રસ ભેળવો. આને બરણીમાં ભરી તડકામાં રાખો. રોજ એક વાર બરણીને હલાવો જેથી અથાણું સારી રીતે મિક્સ થઈ જાય.