આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રીઃ ઘઉંનો લોટ – 1 કપ • સોજી - પા કપ • ખાંડ – 1 કપ • માવો - 3 ચમચી • દૂધ – દોઢ કપ • ઈલાયચી પાવડર – અડધી ચમચી • કેસર – 10થી 15 તાંતણા • રોઝ એસેન્સ – 4થી 5 ડ્રોપ્સ • ગુલાબજળ – 2 ચમચી
રીતઃ ઘઉંના લોટમાં સોજી, ઈલાયચી પાઉડર અને માવો મિક્સ કરો. માવો ન હોય તો બે પેંડા પણ નાંખી શકાય. હવે તેમાં ધીમે ધીમે દૂધ રેડતા જાઓ અને એકદમ લીસ્સું બેટર તૈયાર કરો. ચાસણી બનાવવા માટે ખાંડ ડૂબે એટલું પાણી મૂકી એક તારની ચાસણી તૈયા૨ કરો. ચાસણીમાં કેસર, રોઝ એસેન્સ અને ગુલાબજળ મિક્સ કરો. હવે માલપુઆ તૈયાર કરવા માટે એક ફ્લેટ પેનમાં ઘી ગરમ મૂકો. ચમચાથી ખીરું રેડો. હલકા સોનેરી રંગના શેકાય એટલે ચાસણીમાં ડૂબાડી દો. સર્વિંગ પ્લેટમાં લઈ ડ્રાયફ્રૂટ કતરણ અને ગુલાબની પાંખડીઓ વડે ગાર્નિશ કરી તહેવારની મજા બમણી કરો. રબડી સાથે પણ માલપુઆ મજેદાર લાગે છે.