સામગ્રીઃ • ૪ ટેબલસ્પૂન મેંદો • અડધો કપ ફ્રેશ ક્રીમ • ઘી ચોપડવા અને તળવા માટે
(સાકરની ચાસણી માટે) • ૨ કપ - સાકર • ૨ ટી સ્પૂન - ગુલાબજળ • ૨-૩ તાંતણા કેસર દૂધમાં ઓગાળેલું • ૧ ટે સ્પૂન બદામની કતરણ • ૧ ટે સ્પૂન પિસ્તાંની કતરણ
રીતઃ સૌપ્રથમ સાકરની ચાસણી તૈયાર કરો. આ માટે એક ખુલ્લા નોનસ્ટિક પેનમાં ૨ કપ સાકર મેળવીને સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫થી ૭ મિનિટ સુધી અથવા સાકર બરાબર ઓગળે ત્યાં સુધી ગરમ કરો. એક તારની ચાસણી તૈયાર બનાવો. આ પછી તેમાં ગુલાબજળ મેળવીને તાપ બંધ કરી દો. આ પછી તેમાં કેસર-દૂધનું મિશ્રણ મેળવીને સારી રીતે મિક્સ કરો અને બાજુ પર મૂકી દો. હવે માલપૂઆ માટે એક બાઉલમાં મેંદો અને ફ્રેશ ક્રીમ મેળવીને ગઠ્ઠા ન રહે તે રીતે મિશ્રણ તૈયાર કરો. એક નોન-સ્ટિક તવાને ગરમ કરીને તેમાં ઘી ચોપડી લો. તેની ઉપર થોડું તૈયાર કરેલું ખીરું રેડીને મિડીયમ સાઈઝ ગોળાકારમાં એકસમાન પાથરો. થોડાક ઘી વડે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તેમ રાંધી લો. તૈયાર થયેલા માલપૂઆને સાકરની ચાસણીમાં ડુબાડી લો. બદામ અને પિસ્તાંની કતરણ વડે સજાવીને તરત જ પીરસો.