સામગ્રી: લીલાં લાંબા મરચાં - ૨૫૦ ગ્રામ • બટાકા - ૨૫૦ ગ્રામ • ડુંગળી - ૧૦૦ ગ્રામ • ચણાનો લોટ – ૧૫૦ ગ્રામ • ખાવાનો સોડા એક ચપટી • તળવા માટે તેલ • રાઈ, મીઠું, હળદળ, મરચું, હિંગ, ધાણાજીરું જરૂર મુજબ
રીતઃ પહેલાં બટાકાને બાફી લો. ડુંગળીને ઝીણી સમારી લો. બાફેલાં બટાકાની છાલ ઉતારી હાથ વડે મસળી નાખો. એમાં ડુંગળી નાખો. આ પૂરણનો રાઈથી વઘાર કરીને મીઠું, હળદર, મરચું અને હિંગ નાખો. ધાણાજીરું પાવડર નાંખો અને ચમચા વડે હલાવો. એકરસ થાય ત્યારે બર્નર પરથી નીચે ઉતારી લો. લીલાં મરચાંને ધોઈને ઊભા ચીરીને બિયાં કાઢી નાખો. મરચાંની ફાટમાં બટાટાનું પૂરણ ભરો. ચણાના લોટમાં ખાવાનો સોડા નાખીને ખીરું તૈયાર કરો. એમાં ભરેલાં મિરચી વડાં બોળીને ગરમ કરેલાં તેલમાં તળી લો. તેલ નિતારી બહાર કાઢી લો. આ મિરચી વડાં કોઈ પણ ચટણી સાથે પીરસો.