સામગ્રીઃ દોઢ કપ મિલ્ક પાવડર • બે ટી-સ્પૂન ઘી • અડધો કપ દૂધ • અડધો કપ દળેલી ખાંડ • ચપટીક એલચીનો ભૂકો • સજાવટ માટે - ડ્રાયફ્રૂટ્સની કતરણ
રીત: સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થઇ જાય એટલે તેમાં દૂધ ઉમેરો. હવે તેમાં મિલ્ક પાવડર અને દળેલી ખાંડ ઉમેરીને એક સરખું હલાવો, જેથી કણી ના પડે. હવે ગેસ સ્લો કરી એકધારું ૧૦ મિનિટ ધીમા તાપે હલાવો. કણક જેવું જાડું મિશ્રણ થઈ જશે. તેમાં એલચીનો ભુક્કો ઉમેરી દો. ઘીથી ગ્રીસ કરેલી એક પ્લેટમાં મિશ્રણ પાથરો તેના પર ડ્રાયફ્રૂટ્સનો ભૂક્કો ભભરાવીને હળવા હાથે દબાવી દો. મિશ્રણ ઠંડુ થાય એટલે મનગમતા આકારમાં કાપા પાડી લો.
નોંધઃ શક્ય હોય તો ‘અમુલ’નો મિલ્ક પાવડર વાપરો. તમે એલચીની સાથે પણ ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરી શકો છો. આ રેસીપી હેલ્થ માટે પણ બેસ્ટ છે. બાળકોને આપવાથી બાળકોની હેલ્થ પણ સારી રહેશે.