સામગ્રીઃ ઘઉંનો લોટ - 2 કપ • ગોળ - પા કપ • દૂધ - 2 કપ • ખાંડ - 2 ચમચી • કોપરાની છીણ – 2 ચમચી • કેસરના તાંતણા - 7થી 8 નંગ • ઇલાયચી પાઉડર – પા ચમચી • જાયફળ પાઉડર - પા ચમચી • બદામ કતરણ – 2ચમચી • વરિયાળી પાઉડર - 1 ચમચી • ઘી - જરૂર મુજબ • ગાર્નિશિંગ માટેઃ બદામ કતરણ, કોપરાની છીણ
રીતઃ સૌપ્રથમ દૂધની અંદર બદામ કતરણ, ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર તથા કેસર ઉમેરી તેને પાંચ મિનિટ માટે ગરમ કરો. આ ગરમ કરેલાં દૂધમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરીને ગોળ ઓગળે ત્યાં સુધી હલાવો. હવે તેમાં ઘઉંનો લોટ ઉમેરી ઢાંકીને 10 મિનિટ સાઇડમાં રહેવા દો. હવે કોપરાની છીણ, વરિયાળી પાઉડર અને ખાંડ મિક્સ કરો, હવે નોનસ્ટિક પેનને ગરમ કરીને તૈયાર કરેલું ખીરું પાથરો, ઘી વડે બંને તરફથી ગોલ્ડન રંગના પકાવો. મીઠા પુડલાને સર્વિંગ ડીશમાં લઇ બદામ કતરણ, કોપરાની છીણ અને કેસરના તાંતણા વડે ગાર્નિંશ કરો. તૈયાર છે મીઠા પુડલા.