સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મેંદો • ૧૨૫ ગ્રામ ઘી • ૫૦૦ ગ્રામ ખાંડ • ૫૦૦ એમ.એલ. દૂધ • ઘી કે તેલ - તળવા માટે • ૧ ગ્લાસ પાણી
રીતઃ ચાસણી બનાવવા માટે એક તપેલીમાં ખાંડ લઇને તેમાં એક ગ્લાસ પાણી નાંખીને ઉકાળો. આ પછી તેમાં દૂધ ઉમેરો અને ઉકાળો. તેની સપાટી પર થતા ફીણને ચમચાથી કાઢી લો. આ રીતે છ-સાત મિનિટ ઉકાળીને બે-તારી ચાસણી તૈયાર કરી બાજુ પર રાખો. મઠરી બનાવવા માટે લોટમાં ઘીનું મોણ નાખો અને તેમાં ગરમ પાણી નાંખીને કણક બાંધી અડધો કલાક રહેવા દો. હવે એક કડાઇમાં ઘી (કે તેલ) ગરમ કરો. કણકને સારી રીતે કૂણવીને તેમાંથી ૩૦-૪૦ નાના નાના લૂઆ વાળો અને તેની મઠરી વણી લો. તેને વધારે પાતળી ન વણવી. આ મઠરીને ગરમ ઘીમાં તળીને તરત ચાસણીમાં નાખી દો. આ પછી પાંચેક મિનિટ ખુલ્લી પ્લેટમાં રાખો જેથી તે સુકાઇ જાય.