સામગ્રીઃ ચોખા ૧ કપ • મગની મોગર દાળ ૧ કપ • મિક્સ વેજીટેબલ્સ અડધો કપ • ડુંગળી ૧ નંગ • લસણની કળી ૪થી ૫ નંગ • ઘી ૧ ટે સ્પૂન • તેલ ૧ ટે સ્પૂન • તજ, લવિંગ, એલચો ૨થી ૩ નંગ • લીમડાના પાન ૩થી ૪ નંગ • જીરું અડધી ચમચી • લાલ મરચાં ૨ નંગ • મીઠું સ્વાદ મુજબ • હળદર અડધી ચમચી • ગરમ મસાલો અડધી ચમચી • લાલ મરચું અડધી ચમચી • પાણી જરૂર મુજબ • કાજુના ટુકડા ૧૦થી ૧૨ નંગ • કોથમીર સજાવટ માટે
રીતઃ દાળ અને ચોખાને ૨૦ મિનિટ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ બે વાર પાણીથી ધોઈને સાફ કરી લો. હવે પેનમાં ઘી અને તેલ ગરમ કરવા મૂકો. તેમાં જીરું, લીમડાના પાન, તજ- લવિંગ, લાલ મરચાં, એલચો બધું નાંખીને બે મિનિટ સાંતળો. આ પછી ડુંગળી, આદું-મરચાંની પેસ્ટ, લસણ એકદમ ઝીણાં સમારીને ઉમેરો. બે મિનિટ બાદ તેમાં સાફ કરેલાં દાળ-ચોખા ઉમેરો. હવે તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, લાલ મરચું, કાજુના ટુકડા, મિક્સ વેજીટેબલ્સ ઉમેરીને હલાવી લો. બધા જ મસાલા ઉમેરી ગયા બાદ ૫ મિનિટ ઢાંકણ ઢાંકીને તે રહેવા દો. પછી જરૂર મુજબ પાણી ઉમેરો. ૨૦થી ૨૫ મિનિટ પછી એક વખત હલાવીને ચેક કરી લો. ત્યારબાદ મસાલા ખીચડીને કોથમીરથી ગાર્નિશ કરી દહીં, પાપડ સાથે ગરમાગરમ સર્વ કરો.
ટીપ્સઃ મોગર દાળમાંથી ભરપૂર પ્રમાણમાં પ્રોટિન મળે છે તો વેજિટેબલ્સ ઉમેરવાથી આ ખીચડી એક પૌષ્ટિક ભોજન બની રહે છે.