સામગ્રીઃ • ૨૫૦ ગ્રામ પનીરના ચોરસ ટુકડા • ૨ ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ • ૩ ટેબલસ્પૂન ઘી • ૨ કાંદા બારીક સમારેલા • ૧ કપ દહીં • ૧ ટેબલસ્પૂન લાલ મરચું પાઉડર • અડધી ટીસ્પૂન હળદર • ૧ ટેબલસ્પૂન કોથમીર • મીઠું સ્વાદ પ્રમાણે
ગ્રેવી માટેઃ ૧ ટેબલસ્પૂન કાજુના ટુકડા • ૬થી ૮ કળી લસણ • ૬થી ૮ લીલાં મરચાં • ૧ ટેબલસ્પૂન ખસખસ • ૧ ટેબલસ્પૂન જીરુ • ૧ આદુનો ટુકડો • ૧ ટેબલસ્પૂન સૂકા કોપરાની છીણ • ૧ ટેબલસ્પૂન કસૂરી મેથી • બે ટુકડા તજ • ૧ મોટી એલચી • થોડું પાણી
રીતઃ એક બાઉલમાં ગ્રેવી માટેની તમામ સામગ્રી મિક્સ કરીને થોડું પાણી ઉમેરી તેમાં પલાળી રાખો. અડધો કલાક પછી એને મિક્સરમાં ચર્ન કરી દો. ગ્રેવી સાઇડ પર મૂકી રાખો. હવે એક પેનમાં દહીં, પનીરના ટુકડા, ફ્રેશ ક્રીમ, લાલ મરચું, હળદર, કોથમીર અને મીઠું મિક્સ કરી પંદરેક મિનિટ મેરિનેટ થવા મૂકી રાખો. ત્યાર પછી એક પેનમાં ઘી મૂકો. ઘી ગરમ થાય એટલે કાંદા સાંતળો. હવે મિક્સરમાં ચર્ન કરેલી ગ્રેવી ઉમેરો અને ગ્રેવીને બે-ત્રણ મિનિટ સુધી ખદખદવા દો. ત્યાર બાદ પનીરના ટુકડાવાળું મિશ્રણ ઉમેરો. થોડું ઘટ્ટ થાય એટલે પરાઠા કે નાન સાથે ગરમ-ગરમ સર્વ કરો.