આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: બે કપ ઘઉંનો લોટ • ત્રણ કપ છીણેલો સફેદ મૂળો • પોણો કપ મૂળાનાં પાન • ત્રણ કપ લો ફેટ દહીં • અડધી ચમચી હળદર • લાલ મરચાંનો પાઉડર જરૂરત મુજબ • તેલ એક ચમચી • તેલ શેકવા માટે • મીઠું સ્વાદાનુસાર
રીતઃ એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો. જરૂર જણાય તો થોડું પાણી ઉમેરો. મસળીને નરમ કણક બાંધો. કણકના સરખા ભાગ કરી તેના લૂઆ પાડી દો. હવે ઘઉંના લોટમાંથી ગોળાકાર પરાઠો વણી લો. નોન-સ્ટિક તવાને ગરમ કરી દરેક પરાઠાને તેલમાં શેકી લો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પરોઠાને શેકવો. આ જ રીતે બીજા પરોઠા બનાવો. પરોઠાને લીલી ચટણી અથવા દહીં સાથે ગરમ ગરમ પીરસો.