સામગ્રીઃ કેસર મેંગો પ્યુરી ૨ કપ • ઘી ૨ ટેબલ સ્પૂન • મિલ્ક પાવડર ૧ ટેબલ સ્પૂન • પિસ્તા કતરણ ૧ ટેબલ સ્પૂન • પાઉડર સુગર ૧ ટેબલ સ્પૂન • મેંગો એસેન્સ ૧ ડ્રોપ
રીતઃ એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં મેંગો પ્યુરી ઉમેરીને સતત હલાવતાં રહો. મિશ્રણ એકદમ ઘટ્ટ થાય એટલે તેમાં મિલ્ક પાવડર અને પાઉડર સુગર ઉમેરો. ત્યારબાદ ૧૦ મિનિટ હલાવો. મિશ્રણ થોડુંક વધુ ઘટ્ટ થાય પછી તેમાં મેંગો એસેન્સ ઉમેરો. હવે મિશ્રણમાંથી મીડિયમ સાઈઝના બોલ વાળીને પેંડાનો આકાર આપો. હવે ઉપર પીસ્તા કતરણ લગાવીને હળવા હાથે દબાવો. પ્લેટમાં કાઢીને મેંગો પેંડા સર્વ કરો.