સામગ્રીઃ મલાઈવાળું દૂધ ૧ લીટર • માવો ૧૦૦ ગ્રામ • કેરીનો પલ્પ દોઢ કપ • બૂરું ખાંડ ૧૦૦ ગ્રામ • સમારેલી બદામ ૧ ચમચો • એલચીનો ભૂકો અડધી ચમચી
રીતઃ દૂધને જાડા તળિયાવાળા પેનમાં ગરમ કરો અને આંચ મધ્યમ રાખો. દૂધને સતત હલાવતાં રહો અને તે ઊકળીને અડધું રહે ત્યાં સુધી હલાવતાં રહો. તેમાં બૂરું ખાંડ ભેળવીને ઠંડું કરો. તેને મિક્સરની જારમાં ભરીને કેરીનો પલ્પ, સમારેલી બદામનો અડધો ભાગ, બે ચમચા માવો અને એલચીનો ભૂકો નાખીને બ્લેન્ડ કરો. મિશ્રણને કુલ્ફીના મોલ્ડ્સમાં ભરીને સાત-આઠ કલાક માટે ફ્રીઝરમાં મૂકો. જામી જાય એટલે કુલ્ફીને મોલ્ડમાંથી કાઢીને વધારાની સમારેલી બદામ તેના પર ભભરાવીને સર્વ કરો.