સામગ્રીઃ ૫૦૦ ગ્રામ ખાંડ • ૧ કિલો મોળું દહીં • એક પાકી હાફુસ કેરી • ૨૦૦ ગ્રામ રબડી • ઇલાયચી પાઉડર - સ્વાદ અનુસાર • બદામ-પિસ્તા (કતરેલા) - એક ટેબલસ્પૂન • ૮-૧૦ કેસરના તાંતણા
રીતઃ દહીંને રાત્રે એક ઝીણા કપડામાં બાંધીને લટકાવી દો. તેની નીચે એક તપેલી મૂકી દો, જેથી આખી રાતમાં દહીંનું પાણી નીતરી જાય. હવે સૌપ્રથમ પાકી કેરીને છોલીને કાપી લો અને મિક્ષરમાં ફેરવી લો. પાણી નિતારેલા દહીમાં ખાંડ ભેળવી લો અને એકદમ હલાવી લો. આ મિશ્રણને પાતળા કપડાંથી ગાળી લો. તેમાં રબડી મિક્સ કરો. ઇલાયચી પાઉડર, બદામ-પિસ્તા વાટીને તેમાં કેસર નાંખો અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી ફેંટી લો. હવે ફ્રીઝમાં ઠંડું કરવા મૂકો. માવામિશ્રિત સ્વાદિષ્ટ મેંગો મઠો સર્વ કરો.