સામગ્રી: 500 ગ્રામ - ખાંડ • 1 કિલોગ્રામ - મોળું દહીં • 1 પાકી કેરી • 200 ગ્રામ રબડી • કેસરનાં 10-12 તાંતણા • ઈલાયચીનો ભૂકો - ચપટિક • બદામ અને પિસ્તાંની કતરણ - સજાવટ માટે
રીત: દહીંને રાત્રે એક ઝીણા મલમલનાં કપડામાં બાંધીને લટકાવી દો. તેની નીચે એક તપેલી મૂકી દો. જેથી કરીને આખી રાતમાં દહીંનું પાણી નીતરી જાય. હવે સૌપ્રથમ એક પાકી કેરી છોલીને કાપી લો અને મિક્સરમાં ફેરવી લો. હવે પાણી નિતારેલા દહીંમાં ખાંડ ભેળવી લો. આ મિશ્રણમાં કેરીનો રસ મિક્સ કરી દો. આ મિશ્રણને પાતળા કપડાંથી ગાળી લો. તેમાં રબડી મિક્સ કરો. ઈલાયચી પાઉડર, બદામ-પિસ્તાં અને કેસર નાંખો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી ફેંટી લો. ફ્રીઝમાં એકદમ ઠંડું કર્યા બાદ સર્વ કરો.