સામગ્રીઃ અડધો કપ બાફેલી કાચી કેરીનો પલ્પ • અડધો કપ પાકી કેરીનો પલ્પ • ૧ કપ ફુદીનાનાં પાન • ૨ ટીસ્પૂન દળેલી ખાંડ • ૨ ટેબલસ્પૂન સ્ટ્રોબેરી ક્રશ • ૨-૩ ગ્લાસ સોડા અથવા પાણી
રીતઃ કેરી છોલીને નાના ટુકડા કરો. એને બાફીને બાજુ પર રાખો. ફુદીનાનાં પાન સમારો. બ્લેન્ડરમાં કાચી અને પાકી કેરીનો પલ્પ અને ફુદીનાનાં પાનને બ્લેન્ડ કરીને સ્મુધ પેસ્ટ તૈયાર કરો. આ પલ્પને બાઉલમાં કાઢીને થોડું પાણી નાખો. વચ્ચે વચ્ચે થોડું પાણી ઉમેરતાં રહીને પલ્પ ગાળી લો. એમાં ચાટ મસાલો, ખાંડ અને સ્ટ્રોબેરી પલ્પ નાખીને મિક્સ કરો. તેમાં સોડા અથવા પાણી ઉમેરો. ગ્લાસમાં બરફના ટુકડા નાખો. તેમાં આ મિશ્રણ રેડો અને ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરી સર્વ કરો.