સામગ્રી: રાંધેલો ભાત - 2 કપ • છીણેલી કાચી કેરી - પા કપ • તેલ - 1 ચમચો • શિંગદાણા - પા કપ • ચણાની દાળ-પા કપ • અડદની દાળ - 1 ચમચી • સૂકા લાલ મરચા - 2 નંગ • મીઠો લીમડો - 7થી 8 નંગ • હળદર પાઉડર - અડધી ચમચી • સમારેલી કોથમીર - 2 ચમચી • મીઠું - સ્વાદ મુજબ •કેરીનો રસ - 4 ચમચી
રીત: સૌપ્રથમ કાચી કેરીને છોલીને છીણી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકવું. તેમાં ચણાની દાળ, અડદની દાળ, લીમડો અને સૂકાં લાલ મરચાં સાંતળવાં. થોડું સંતળાય એટલે કેરીની છીણ ઉમેરવી અને ઢાંકીને બે મિનિટ સુધી ચડવા દો. હવે તેમાં હળદર પાઉડર, મીઠું અને રાંધેલો ભાત અને કેરીનો રસ ઉમેરી એકદમ ધીરે ધીરે હલાવીને મિક્સ કરો. છેલ્લે કોથમીર ઉમેરીને ગરમાગરમ પીરસવું. આ મેંગો રાઇસ સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે.