આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: અઢી કપ કેરીનો પલ્પ • એક કપ વ્હીપ્ડ ક્રીમ • અઢી ટેબલ સ્પૂન વેજિટેરિયન જિલેટીન પાઉડર • બે ટી સ્પૂન આઈસિંગ સુગર • સૂફલેની સજાવવા પાકી કેરીના થોડા ટુકડા
રીતઃ એક ઊંડા બાઉલમાં વ્હીપ્ડ ક્રીમ તથા આઈસિંગ સુગર મિક્સ કરી ઈલેક્ટ્રિક બીટર વડે બીટ કરીને બાજુ પર રાખો. બીજા એક ઊંડા બાઉલમાં કેરીનો પલ્પ રેડીને તેને પણ ઈલેક્ટ્રિક બીટર વડે એક મિનિટ સુધી બીટ કરી લો. તે જ રીતે બીજા એક બાઉલમાં જિલેટિન પાઉડર અને ચાર ટેબલસ્પૂન ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને કેરીના પલ્પ સાથે મેળવી ફરીથી ઈલેક્ટ્રિક બીટર વડે એક મિનિટ સુધી બીટ કરી લો. એ પછી એમાં બીટ કરેલું વ્હીપ્ડ ક્રીમ મેળવી ચપટા ચમચા વડે હળવેથી વાળી લો. હવે તૈયાર થયેલા મિશ્રણને 10 ગ્લાસમાં અથવા બાઉલમાં સરખા પ્રમાણમાં રેડી લો અને તેને રેફ્રીજરેટરમાં બે કલાક સુધી અથવા બરાબર જામી જાય ત્યાં સુધી રાખી મૂકો. પાકી કેરીના ટુકડા વડે સજાવીને મેંગો સૂફલે ઠંડું પીરસો.