મેથી દાણાની ચટણી

Friday 06th December 2019 07:03 EST
 
 

સામગ્રીઃ મેથી દાણા ૨ કપ • કિશમિશ ૩ કપ • હળદર ૧ ચમચી • વરિયાળીનો ભૂકો ૧ ચમચી • આમચૂર ૧ ચમચી • ગોળ ૨ કપ • હિંગ ચપટિક • તેલ ૧ ચમચો • મીઠું સ્વાદ અનુસાર

રીતઃ મેથી દાણાને ધોઈને બે કલાક માટે પાણીમાં પલાળી રાખો. આ પછી તેને વરાળથી બાફો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગનો વઘાર કરી હળદર નાખો. તે પછી મેથી દાણા ઉમેરીને થોડી વાર સાંતળો. ત્યાર બાદ અડધો કપ પાણી, તેની સાથે આમચૂર, મરચું, વરિયાળીનો ભૂકો, કિશમિશ અને ગોળ નાખીને ધીમી આંચે ઘટ્ટ થાય ત્યાં સુધી પાકવા દો. સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter