સામગ્રીઃ સમારેલી તાજી મેથી - ૨ કપ • બાફેલા વટાણા - ૧ કપ
• મલાઈ/ક્રીમ - ૧ કપ • ઘી-તેલ - ૨ ચમચા • પાણી - પા કપ • મીઠું - સ્વાદ અનુસાર • સમારેલી કોથમીર - જરૂર પૂરતી
પેસ્ટ માટેઃ બારીક સમારેલી ડુંગળી - ૧ નંગ • જીરું - ૧ ચમચી
• સમારેલું લસણ - ૪ કળી • સમારેલું આદું - નાનો ટુકડો • સમારેલાં મરચાં -૨ નંગ • કાજુ - અડધો કપ
રીતઃ પેસ્ટ બનાવવા માટેની તમામ સામગ્રીને બ્લેન્ડરમાં લઈને થોડું પાણી રેડી પેસ્ટ તૈયાર કરો. એક કડાઈમાં તેલ-ઘી ગરમ કરો. તેમાં તૈયાર પેસ્ટ નાંખીને હલાવતાં રહો. સુગંધ આવે ત્યાં સુધી અથવા તો લગભગ પાંચ-સાત મિનિટ રાખો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો. જો પેસ્ટ કડાઈ સાથે ચોંટતી હોય તો થોડુંક પાણી રેડીને હલાવો. હવે પેસ્ટમાં સમારેલી મેથી અને પા કપ (અથવા જરૂર પૂરતું) પાણી ઉમેરો. બરાબર મિક્સ કરીને દસેક મિનિટ માટે રાખો. આમાં બાફેલાં વટાણા અને ક્રીમ ભેળવી પાંચ-છ મિનિટ રહેવા દો. સ્વાદ અનુસાર મીઠું ભેળવીને એક મિનિટ રાખો. ગરમાગરમ મેથી-મટર મલાઈને કોથમીર-મલાઈ/ક્રીમથી સજાવીને નાન કે પરોઠા સાથે સર્વ કરો.