સામગ્રીઃ ઘઉનો લોટ - દોઢ કપ • સમારેલી મેથીની ભાજી - ૧ કપ • જીરું ૧ ચમચી • દહીં બે ચમચા • આદું-મરચાંની પેસ્ટ - દોઢ ચમચી • મરચું ૧ ચમચી • તેલ જરૂર પૂરતું • મીઠું સ્વાદ મુજબ
રીતઃ મેથીને સાફ કરીને બારીક સમારી લો. એક બાઉલમાં પાણી ભરીને બરાબર સાફ કરી લો. ઘઉના લોટમાં જીરું, આદું-મરચાની પેસ્ટ, મરચું, દહીં, એક ચમચો તેલ, સમારેલી મેથી અને મીઠું ભેળવો. જરૂર પૂરતું પાણી ઉમેરીને લોટ બાંધો. પછી તેમાંથી સાત-આઠ લૂઆ બનાવો. તેમાંથી પુરીથી સહેજ મોટાં પરોઠાં વણો. તેને ફોલ્ડ કરી ઉપરથી તેલ લગાવો. તે પછી અડધા બાગને ફોલ્ડ કરી ત્રિકોણ આકારના તેલ લગાવો. હવે તેને ત્રણે બાજુથી વણીને ત્રિકોણાકાર પરોઠા બનાવો. નોનસ્ટિક પેન પર મધ્યમ આંચે તેલ મૂકી સાંતળી લો. દહીં કે રાયતા સાથે ગરમાગરમ સર્વ કરો.