સામગ્રીઃ અડદનો લોટ - ૨૫૦ ગ્રામ • મેથી - ૨૫૦ ગ્રામ • ઘઉંનો જાડો લોટ - ૨૫૦ ગ્રામ • ઘી - ૫૦૦ ગ્રામ • ગોળ - ૭૫૦ ગ્રામ • કાટલું પાઉડર - ૫૦ ગ્રામ • સૂંઠનો પાઉડર - ૫૦ ગ્રામ • કાજુ ટુકડા - ૫૦ ગ્રામ • બદામ (ઝીણી કતરણ) - ૫૦ ગ્રામ • કોપરાનું છીણ – ૪-પ ચમચી
રીતઃ સૌપ્રથમ અડધા ભાગનું ઘી લઈને તેમાં અડદના લોટને ધીમી આંચે શેકી લો. એ જ રીતે ઘઉંના લોટને પણ બદામી રંગનો શેકી લો. ગોળને બારીક સમારી લો. હવે બાકીનું ઘી ગરમ કરીને તેમાં ગોળ નાખી ત્રણ ઊભરા આવે ત્યાં સુધી રાખો. તેમાં બન્ને લોટ, સૂંઠનો પાઉડર, કાટલું નાંખીને અને બધી સામગ્રી એકદમ મિક્સ કરીને તેના લાડુ વાળી લો. લાડુ ન વાળવા હોય તો એક થાળીમાં ઘી લગાવીને તેમાં આ મિશ્રણ પાથરી દો. તેના પર કોપરાનું છીણ પાથરો અને એરકાઈટ કન્ટેનરમાં ભરી લો.