સામગ્રીઃ મેથીનો લોટ ૧૦૦ ગ્રામ • શિંગોડા લોટ ૧૦૦ ગ્રામ • ઘઉંનો લોટ ૧૦૦ ગ્રામ • બેસનનો જાડો લોટ ૧૦૦ ગ્રામ • અડદનો જાડો લોટ ૧૦૦ ગ્રામ • દળેલી ખાંડ ૫૦૦ ગ્રામ • દેશી ઘી ૧ કિલો ગ્રામ • સૂકા કોપરાની છીણ ૧૦૦ ગ્રામ • મગજતરી પાવડર ૧૦૦ ગ્રામ • બદામ-પિસ્તાની કતરણ ૧૦૦ ગ્રામ • સૂંઠ પાવડર-ગંઠોડા પાવડર-એલચી પાવડર ૧૦૦ ગ્રામ
રીતઃ એક કડાઈમાં થોડું થોડું ઘી લઈ બધા જ લોટને અલગ અલગ શેકી લો. કોપરા છીણને પણ ધીમા તાપે શેકી લેવી. બધા જ લોટ ધીમા તાપે શેકવા. ત્યારબાદ એક મોટા વાસણમાં ઘી નાંખી બધા જ શેકેલા લોટ નાંખી દેવા. તેમાં દળેલી ખાંડ નાંખવી. બધા જ વસાણાં અને મેથી પાવડર નાંખી દો. ધીમા તાપે હલાવતા રહો. બધું જ એકરસ થઈ જાય એટલે મગજતરી અને સૂંઠ-ગંઠોડા-એલચી પાવડર ઉમેરો. ધીમા તાપે બે-ત્રણ મિનિટ રહેવા દઈને થાળીમાં પાથરી દો. (તમે આના લાડુ પણ બનાવી શકો. ટુકડા કરતા પહેલાં બદામ અને પીસ્તાની કતરણ ઉપર પાથરી દો. (લાડુ વાળ્યા હોય તો તેના ઉપર આ કતરણ ભભરાવી દેવી.) સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક શિયાળુ પાક તૈયાર છે. સવારે એકથી બે ટુકડા લઈ શકાય.
(નોંધઃ મેથીના લાડુ ખાવાથી શરીરના સાંધામાં દુખાવો હોય તો મટી જાય છે.)