આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રીઃ કેરીના ટુકડા - 1 કપ • ચાની ભૂકી - 1 ચમચી • બૂરું ખાંડ - 3 ચમચી • લીંબુ રસ - 2 ચમચી • પાણી - 2 કપ • આઈસ ક્યુબ્સ - 7થી 8 • ઠંડું પાણી - જરૂર મુજબ
રીતઃ થોડા કેરીના ટુકડા અલગ રાખીને બાકીની કેરીની પ્યુરી તૈયાર કરી લો. એક તપેલીમાં પાણી અને ચાની ભૂકી બેથી ત્રણ મિનિટ ઉકાળીને ગેસ બંધ કરી લો. મિશ્રણને એક જગમાં ગાળી તેને ઠંડું પડવા દો. હવે તેમાં મેંગો પ્યુરી, લીંબુનો રસ અને ખાંડ મિક્સ કરી ફ્રીજમાં રાખી દો. આ મેંગો ટી સીરપ ફ્રિજમાં 5થી 6 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. સર્વિંગ ગ્લાસમાં તૈયાર કરેલું સીરપ, આઈસ ક્યુબ્સ અને ઠંડું પાણી રેડી મિક્સ કરો. કેરીના ટુકડા ઉમેરી ઠંડી ઠંડી મેંગો આઈસ ટી સર્વ કરો.