સામગ્રીઃ ૧૦૦ ગ્રામ મોરૈયો • ૧૦૦ ગ્રામ ખાંડ • ૧૦૦ ગ્રામ માવો • ૫૦ ગ્રામ નાળિયેરનું ખમણ • અઢી કપ કેસરવાળું દૂધ • ૨ ટેબલસ્પૂન કાજુનો ભૂકો • ૨ ટેબલસ્પૂન ચારોળી • ચાર ચમચા ઘી • સજાવટ માટે એલચી, કેસર, ખસખસ, છોલેલી બદામની કતરણ, ચારોળી
રીતઃ મોરૈયાને પાણીમાં એક કલાક પલાળી રાખો. આ પછી પાણ નીતારીને કપડાં ઉપર પથારી દો. મોરૈયો કોરો થાય એટલે તપેલીમાં ૨ ચમચા ઘી મૂકો. એલચીનાં દાણાનો વઘારી કરીને મોરૈયો સાંતળો. તેનો રંગ બદામી થાય એટલે તેમાં કેસર નાંખેલું દૂધ ઉમેરો. મોરૈયો બફાય એટલે ખાંડ નાંખો. આ પછી તેમાં માવો, નાળિયેરનું ખમણ, કાજૂનો ભૂકો, ચારોળી અને એલચીનો ભૂકો નાંખીને ધીમા તાપે સીઝવા મૂકો. મૌરેયો ફુલી જાય એટલે ૨ ચમચા ઘી નાંખો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેને બર્નર પરથી ઉતારી લો. એક થાળીમાં ઘી લગાડીને બરફી ઠારી દો. તેના ઉપર ખસખસ ભભરાવો. કેસરના તાંતણા, એલચી દાણા, બદામની કતરણ અને ચારોળી નાખીને સજાવીને સર્વ કરો.