રજવાડી ખીર

રસથાળ

Friday 27th September 2024 08:45 EDT
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રીઃ • 1.5 લીટર ફૂલ ક્રીમ દૂધ • 2 કપ બાસમતી ચોખા • પા કપ ખાંડ (સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો) • અડધી ચમચી એલચી પાઉડર • 2-3 ચમચી બદામની કતરણ • 2-3 ચમચી કાજુની કતરણ • 1 ચમચી ગુલાબ જળ • 2-3 ચમચી પિસ્તાની કતરણ • 5-7 કેસરના તાંતણા (ઓપ્શનલ)
રીતઃ ખીર બનાવવા માટે સૌ પ્રથમ ચોખાને સાફ કરીને પાણી વડે ધોઈને સાફ કરો અને 1-2 ગ્લાસ પાણી ઉમેરીને 15-20 મિનિટ સુધી પલળવા દો. હવે ગેસ પર એક કડાઈમાં દૂધ નાખી દૂધને ગરમ મૂકો, દૂધ ગરમ થાય એટલે એમાં પલાળેલા ચોખા નાખી મિક્સ કરો ને ગેસ ધીમો કરી ચોખા ને 10-15 મિનિટ ચડવા દો. ચોખા બરોબર ચડી જાય ત્યાર બાદ એમાં ખાંડ નાખીને મિકસ કરો ને 5-7 મિનિટ ઉકાળો. દૂધ અને ચોખા ઉકળ્યા બાદ એમાં એલચીનો પાવડર, ગુલાબ જળ નાખી મિક્સ કરો, ત્યાર બાદ એમાં કેસરના તાંતણા નાખી મિક્સ કરો. આ પછી એમાં બદામ - પિસ્તા - કાજુની કતરણ નાખીને મિકસ કરો ને ગરમ ગરમ પીરસો. પીરસતી વખતે ડ્રાય ફ્રુટ છાંટીને ગાર્નિશ કરો. જો ખીરને ઠંડી સર્વ કરવી હોય તો ફ્રીજમાં મૂકી દયો અને 4-5 કલાક ઠંડી થવા દો ને ત્યાર બાદ મજા માણો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter