સામગ્રીઃ બાફેલા બટાકાનો માવો ૧ બાઉલ • પલાળેલાં સાબુદાણા ૧ કપ • લીલાં મરચાં (ઝીણાં સમારેલાં) ૨ નંગ • મીઠું ટેસ્ટ મુજબ • મરી પાવડર અડધી ચમચી • આરા લોટ અડધો કપ • ખાંડ ૨ ચમચી • લીંબુ રસ ૨ ચમચી • તેલ તળવા માટે • દહીં (મોળું) ૧ કપ • ખજૂર-આંબલીની ચટણી ૨ ચમચી • ફરાળી તીખો ચેવડો અડધો કપ • કોથમીર સજાવટ માટે
રીતઃ સૌ પહેલાં સાબુદાણામાં ૧ કપ પાણીને નાંખીને ૪ કલાક પલાળી રાખો. ત્યારબાદ સાબુદાણા હાથથી મેશ કરીને તેમાં બટાકાનો માવો નાંખીને મીક્સ કરો. પછી તેમાં લીલાં મરચાં, ખાંડ, લીંબુનો રસ, મીઠું નાંખી બરાબર મીક્સ કરો. હવે મિશ્રણના ગોળાવાળીને ચપટા દબાવી આરા લોટમાં રગદોળી લો. પાંચ મિનિટ ગોળાને સાઈડ પર રહેવા દો. ત્યારબાદ ગરમ તેલમાં મીડીયમ આંચ પર વડાને ગોલ્ડન બ્રાઉન તળી લો. હવે વડાને બાઉલમાં લઈને તેના ઉપર મોળું દહીં, ખજૂર-આંબલીની ચટણી નાંખો. હવે તેની ઉપર ફરાળી ચેવડો નાંખો. કોથમીરથી સજાવીને રજવાડી વડા સર્વ કરો.