સામગ્રીઃ ૫૦૦ ગ્રામ ચણાનો લોટ • અડધો કપ તેલ • એક કપ પાણી • ૧ નંગ લીંબુ • એક ટીસ્પૂન અજમો • અડધી ટીસ્પૂન મરીના દાણા • ચપટી હિંગ • અડધી ટીસ્પૂન ખાવાનો સોડા • મીઠું સ્વાદ પ્રમાણે • તળવા માટે તેલ
રીતઃ સૌથી પહેલાં અજમો અને મરીને વાટી લો. હવે એક મોટા બાઉલમાં તેલ અને પાણી લો. બન્નેને સરખું ફીણો. છેક સફેદ દૂધિયું મિશ્રણ થાય ત્યાં સુધી ફીણતા રહો. ત્યાર પછી એમાં ખાવાનો સોડા અને લીંબુનો રસ નીચોવી લો. હવે આ તૈયાર થયેલા મિશ્રણમાં સમાય એટલો ચણાનો લોટ ઉમેરતા જાઓ. મિશ્રણ સાધારણ ઢીલું રાખવું. હિંગ, મીઠું, મરી તેમ જ વાટેલો અજમો ઉમેરીને સરખું તૈયાર કરેલું આ મિશ્રણ સેવના સંચામાં અંદરથી તેલ લગાવીને ભરી દો. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને સેવ પાડો.